દેશમાં વાહનોનું વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. યાત્રી વાહનો સાથે દ્વિ ચક્રિય વાહનો, કોમર્શિયલ વાહનો સહિત તમામ સેગમેન્ટમાં વધારો નોંધાયો છે.
FADAના મતે જુલાઈ 2023 દરમિયાન ઓટોમોબાઈલમાં વેચાણમાં 10 ટકા વધારો થયો છે. જુલાઈ દરમિયાન કુલ 17,70181 યુનિટ વાહનોનું વેચાણ થયું છે.
વાર્ષિક ધોરણે જોઈએ તો જુલાઈ 2022 દરમિયાન દેશભરમાં કુલ 16,09217 યુનિટ વેચાણ થયું છે. જુલાઈ 2023 દરમિયાન યાત્રી વાહનોના સેગમેન્ટમાં 2,84,064 યુનિટ વેચાણ થયું છે.
દ્વિ-ચક્રિય વાહનોના સેગમેન્ટમાં ઓગસ્ટ 2023 દરમિયાન મોટરસાયકલ, સ્કૂટર અને મોપેડનું કુલ વેચાણ 12,28,139 યુનિટ રહ્યું છે. ત્રણ ચક્રિય વાહનોનું વેચાણમાં કુલ યોગદાન 94,148 યુનિટ રહ્યું છે.