રેસ્ટોરન્ટ જેવું શાહી પનીર હવે ઘરે જ બનાવો, જાણી લો રેસીપી


By Jivan Kapuriya07, Aug 2023 03:32 PMgujaratijagran.com

ટામેટા અને આદુની પેસ્ટ

શાહી પનીર બનાવવા માટે પાંચ ટામેટા, એક ઈંચ આદુ અને 2 લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરો.

પનીર કાપો

500 ગ્રામ તાજા પનીરને ચોરસ ટુકટા કરો. આ પછી કડાઈમાં બે થી ચાર ચમચી તેલ નાખીને ગરમ કરો.

પનીરને ફ્રાય કરો

પનીરને ગરમ તેલમાં તળી લો, જ્યારે પનીર ગોલ્ડ કલરનું થઈ જાય ત્યારે આ ટુકડાને તવામાંથી બહાર કાઢીને ગરમ પાણીના બાઉલમાં નાખો.

વ્હીપ ક્રીમ

આ પછી તમારે ક્રીમને ગરમ કરવી પડશે. ગેસ પર પેનમાં બે ચમચી તેલ મૂકી ગરમ કરી લો.

આ રીતે ગ્રેવી તૈયાર કરો

શાહી પનીરની ગ્રેવી તૈયાર કરવા માટે એક પેનમાં અડધી ચમચી જીરું, 1-4 ચમચી હળદર,એક ચમચી ધાણા પાવડર,થોડું મરચું,ડુંગળી અને ટામેટાની પેસ્ટ મિક્સ કરો.

કાજુની પેસ્ટ મિક્સ કરો

ગ્રેવીને સારી રીતે પકાવી લીધા પછી તેમાં 25-30 કાજુની પેસ્ટ ઉમેરો અને થોડી વાર પછી પાણી પણ ઉમેરો.

ધીમા ગેસ પર પકાવો

જ્યારે ગ્રેવી ઉકળવા લાગે ત્યારે તેમાં પનીરના થોડાક ટુકડા નાખો અને તેને ધીમી આંચ પર પાકવા દો.

લાસ્ટ પ્રોસેસ

થોડી વાર પછી શાહી પનીરમાં લીલા ધાણા અને ગરમ મસાલાને નાખો.

શાહી પનીર તૈયાર

તમારું રેસ્ટોરન્ટ જેવું શાહી પનીર તૈયાર થઈ ગયું છે. હવે તમે તમારા મહેમાનોને સર્વ કરી શકો છો અને તમે પ્રભાવિત કરી શકો છો.

આ રીતે તમે પણ ઘરે ઝડપથી કોલ્ડ કોફી બનાવી શકો છો