આજના સમયમાં ઘણા લોકો કોલ્ડ કોફી પીવાનું પસંદ કરે છે, પરંતુ દરેક લોકો તેને બનાવવાની સાચી રીત નથી જાણતા,જેના કારણે કોફીનો સ્વાદ બગડી જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેને ફટાફટ બનાવવાની એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ.
કોલ્ડ કોફીનો મોટો કપ બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે- કોફી પાવડર- 1ચમચી, દૂધ - દોઢ કપ, ગરમ પાણી, બરફના ટુકડા, ચોકલેટ સીરપ.
કોલ્ડ કોફી બનાવવા માટે પહેલા થોડુ પાણી ગરમ કરો.હવે તેને એક કપમાં નાખો અને તેમાં કોફી પાવડર નાખીને સારી રીતે હલાવો.
કોફીને સારી રીતે હલાવી લીધા પછી તેને બ્લેન્ડર જારમાં રેડી દો.જારમાં દૂધ,ખાંડ અને બરફના ટુકડા પણ નાખો.
ત્યાર પછી બ્લેન્ડરને ફેરવા જ્યાં સુધી તેમાં ફીણ દેખાય નહીં ત્યાં સુધી ફેરવો. પછી એક કાચના ગ્લાસમાં ચોકલેટ સીરપ નાખીને તૈયાર કરો.
ચોકલેટ સીરપને એવી રીતે રેડો કે તે કાચની બાજુઓથી નીચે વહેવા લાગે. હવે બ્લેન્ડરમાંથી કોફીને ગ્લાસમાં નાખો.
જો તમે ઈચ્છો તો કોલ્ડ કોફીને ગાર્નિશ કરવા માટે તમે ચોકલેટ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં બરફના ટુકડા ઉમેરીને સર્વ કરો.
કોફીને ક્રીમી બનાવવા માટે વ્હીપ્ડ ક્રીમનો ઉપયોગ કરી શકાય છે. આ ક્રીમને ઘટ્ટ અને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.