કેન્દ્ર સરકારે તેમના એક કરોડ કરતા વધારે કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થુ (DA) ત્રણ ટકા વધી 45 ટકા કરી શકે છે.
આ સમયે DA 42 ટકા છે. કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થુ પ્રત્યે કમહિને શ્રમ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવતા CPI-IW આધાર પર નક્કી કરવામાં આવે છે.
દરમિયાન ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશન તરફથી પણ મોંઘવારી ભથ્થુ ચાર ટકા વધારવાની માંગ કરવામાં આવી છે. જોકે સરકાર ભથ્થુ ત્રણ ટકા વધારી શકે છે.
કેન્દ્ર એક કરોડ કરતા વધારે કર્મચારીઓ અને પેન્શનર્સને 42 ટકા મોંઘવારી ભથ્થુ આપી રહી છે. અગાઉ DAમાં 24 માર્ચ 2023ના રોજ સુધારો કર્યો હતો.