વિદેશી સંસ્થાગત રોકાણકાર ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મૂડી બજારમાં વેચવાલી કરી રહ્યા છે. પાંચ મહિના સુધી સતત ખરીદી કર્યાં બાદ તેમણે ગત સપ્તાહમાં આશરે 2000 કરોડના શેરની વેચવાલી કરી હતી.
અમેરિકામાં 10 વર્ષના બોન્ડ માટે ચાર ટકા કરતા વધારે વૃદ્ધિ ઉભરતા બજારોમાં મૂડી ફ્લો માટે નજીકના સમયગાળામાં નકારાત્મક રહેશે.
FPIએ એકથી પાંચ ઓગસ્ટ દરમિયાન રૂપિયા 2,034 કરોડના મૂલ્યના શેરની વેચવાલી કરી હતી. આ ઉપરાંત FPIએ છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 40,000 કરોડ કરતા વધારે રોકાણ કર્યું.
આંકડાકીય માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં રૂપિયા 46,618 કરોડ, જૂન મહિનામાં 47,148 કરોડ અને મે મહિનામાં રૂપિયા 43,838 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.