રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં કોર્ન બૉલ્સ ઘરે જ બનાવો, નોંધ કરી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી


By Sanket M Parekh06, Aug 2023 04:21 PMgujaratijagran.com

સામગ્રી

◎ સોજી- 1 કપ ◎ દહી-અડધો કપ ◎ કોર્ન- અડધો કપ ◎ લીલા મરચા- 1-2 (કાપેલા) ◎ કોથમીર- 1 ચમચી (કાપેલી) ◎ આદુ-1 ઈંચ (વાટેલુ) ◎ રાઈ- અડધી ચમચી ◎ મીઠુ- સ્વાદ મુજબ ◎ ઈનો- 1 ચમચી

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં સોજી નીકાળીને પછી તેમાં દહીં મિક્સ કરીને બરાબર હલાવી લો.

સ્ટેપ-2

આ મિશ્રણમાં હવે તમે કોર્ન, લીલા મરચા, કોથમીર, મીઠુ વગેરે નાંખીને મિક્સ કરી લો. જે બાદ તેને સેટ થવા માટે 10-15 મિનિટ માટે છોડી દો.

સ્ટેપ-3

બૉલ્સ બનાવવા માટે તમે માર્કેટમાંથી મળતા સાંચાનો ઉપયોગ કરી શકો છે. જેમાં સૌ પ્રથમ તેલ લગાવી લો.

સ્ટેપ-4

હવે આ સાંચાને ગરમ કરો અને રઈ અને તેલ નાંખીને વગાર કરો. 10-15 મિનિટ બાદ સોજીના મિશ્રણમાં ઈનો મિક્સ કરીને હલાવી દો. જે બાદ આ મિશ્રણને ચમચાની મદદથી સાંચામાં નાંખો.

સ્ટેપ-5

કોર્ન બૉલ્સને સામાન્ય લાલ થવા સુધી રોસ્ટ કરો અને પછી પલટીને પણ શેકી દો.

સર્વ કરો

હવે તમારા કોર્ન બૉલ્સ તૈયાર છે. જેને ગરમ-ગરમ લા અને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

Friendship Day 2023: તમારા મિત્રને આ આકર્ષક ગિફ્ટ આપો, ખુશીથી ગદગદ થઈ જશે