દર વર્ષની જેમ આ વખતે પણ ફ્રેન્ડશિપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે એટલે કે આવતી કાલે 6 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ તકે તમે તમારા મિત્રો માટે ફ્રેન્ડશિપ ડેને ખાસ બનાવવાનું વિચારી રહ્યાં છો, તો તમે તેમને આ ભેટ આપી શકો છો.
જો તમારો મિત્ર સંગીતનો શોખીન છે,તો તમે તેને ગિટાર ભેટમાં આપી શકો છો. તે આ જોઈને ખુશખુશાલ બની જશે.
ફ્રેન્ડશિપ ડે પર તમે તમારા મિત્રને સુંદર ડ્રેસ સિવાય અન્ય વસ્ત્રો પણ ગિફ્ટ કરી શકો છો. તમારા બજેટ પ્રમાણે તેને માર્કેટ અથવા શોપિંગ એપમાંથી ખરીદો.
મોટાભાગના લોકોને આ ભેટ ગમે છે. ફ્રેન્ડશિપ ડે પર તમે તમારા મિત્રની પસંદગીનું કોઈપણ પરફ્યુમ તેમને ભેટમાં આપી શકો છો.
જો તમારી ફ્રેન્ડ લાંબા સમયથી હેન્ડબેગ લેવાનું વિચારી રહી છે, તો તમે ફ્રેન્ડશિપ ડે પર સુંદર હેન્ડબેગ ગિફ્ટ કરીને તેમને ખુશ કરી શકો છો.
તમારા બજેટ પ્રમાણે તમે તમારા મિત્રને કોફી મગ પણ ગિફ્ટ કરી શકો છો. માર્કેટમાં તમને અનેક પ્રકારની ડિઝાઈન મળશે.
જો તમારી ફ્રેન્ડને મેકઅપ કરવાનું પસંદ છે, તો તમે તેને મેકઅપ કીટ પણ ગિફ્ટ કરી શકો છો. તેઓને આ ગિફ્ટ ખૂબ જ ગમશે.
ફ્રેન્ડશિપ ડે પર તમે તમારા મિત્રને ઘડિયાળ ગિફ્ટ કરી શકો છો. આ ભેટ તેના માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.
તમારા બજેટ પ્રમાણે તમે તમારા મિત્રને આમાંથી કોઈપણ વસ્તુ ગિફ્ટ કરી શકો છો.