તમારે ઘરે કોકોનટ કસ્ટર્ડ બનાવવું છે, જાણી લો એકદમ સરળ રેસીપી


By Jivan Kapuriya05, Aug 2023 04:46 PMgujaratijagran.com

જાણો

દરિયાકાંઠાના ભોજનમાં નાળિયેરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.તેમાથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ તૈયાર કરવામાં આવે છે. કોકોનટ કસ્ટર્ડ પણ ખૂબ જ હેલ્દી અને સ્વાદથી ભરપૂર છે, આવો જાણીએ તેને બનાવવાની રીત વિશે-

સામગ્રી

નાળિયેર -1, દૂધ-2 કપ, ખાંડ-1-3 કપ, ડ્રાય ફ્રૂટ્સ - ગાર્નિશ માટે.

સ્ટેપ-1

કોકોનટ કસ્ટર્ડ બનાવવ સૌપ્રથમ નાળિયેરના છાલોતરા ઉતારી તેની ઉપર કાણું કરી તેની અંદર રહેલ પાણી બહાર કાઢી લો.

સ્ટેપ-2

આ પછી નાળિયેરને કુકરમાં નાખી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરીને 5 થી 6 સીટી થવા દો. નાળિયેર ઠંડુ થયા પછી તેની અંદરનું કોકોનટ ચમચીની મદદથી બહાર કાઢો.

સ્ટેપ-3

આ પછી મિક્સરમાં કોકોનટને થોડું દૂધ અને ખાંડ ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં દૂધ અને કેસર નાખીને બરાબર ગરમ થવા દો. આ દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી રાહ જુઓ.

સ્ટેપ-5

હવે ગેસ પર ઉકળતા દૂધમાં કોકોનટની પેસ્ટ ઉમેરો અને તેને ગરમ થવા દો.

સ્ટેપ-6

આ મિશ્રણને લગભગ 3 થી 4 મિનિટ સુધી પકાવો. તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકાય છે.

આ રીતે તમે પણ ઘરે સ્વાદિષ્ટ કોકોનટ કસ્ટર્ડ બનાવી શકો છો.

Samsungએ સૌથી વધારે સ્માર્ટફોન ભારતમાંથી નિકાસ કર્યાં