દક્ષિણ કોરિયાની અગ્રણી સ્માર્ટફોન કંપની સેમસંગ ભારતમાં સ્માર્ટફોન એસેમ્બલ કરી વિદેશ મોકલનાર સૌથી મોટી ઈન્ડિવિઝ્યુઅલ કંપની બની ગઈ છે.
સેમસંગે તમામ સ્માર્ટફોન કંપનીઓને પાછળ છોડી પ્રથમ રેન્ક હાંસલ કરી લીધો છે. ભારતમાંથી ફોક્સકૉન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન દેશમાં એપ્પલ ઈંક માટે આઈફોન એસેમ્બલ કરનારી કંપની છે.
નાણાકીય વર્ષ 2022-23માં સેમસંગે ભારતમાંથી 4.09 અબજ ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી, જે વર્ષ 2021ની તુલનામાં 42 ટકા વધારે છે. સેમસંગે ભારતમાંથી 2.8 અબજ ડોલરના સ્માર્ટફોન નિકાસ કરી હતી.