વર્ષ 2004 બાદ ટાટા ગ્રુપ દ્વારા મૂડી બજારમાં જાહેર ભરણુ રજૂ કરવાની તૈયારીમાં છે. આ અંગે 27 જુનના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ માટે મંજૂરી આપી છે.
શેરબજારમાં પ્રવેશ કરતા પહેલા જ ટાટા ટેકનોલોજીએ ગ્રે માર્કેટમાં ભારે હડકમ મચાવી દીધી છે.
ભારતીય શેરબજારમાં કોઈપણ કંપનીએ તેના શેરનું સંપૂર્ણ લિસ્ટીંગ કરાવવા 30-45 દિવસનો સમય લાગે છે. કારણ કે કંપનીએ પ્રાઈઝ બેન્ડ અને લિસ્ટીંગને લગતી વિધિવત પ્રક્રિયા પૂરી કરવાની રહે છે.
ટાટા ટેકનોલોજીનું પ્રારંભિક જાહેર ભરણુ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અથવા તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં આવી શકે છે.
ઈન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોનું માનવું છે કે ટાટા ટેકનોલોજી આશરે રૂપિયા 12 હજાર કરોડનું બજાર મૂડીકરણ ધરાવે છે. તે શેરબજારમાં 405,668,530 શેરની દરખાસ્ત રજૂ કરી છે.