કિસાન વિચાસ પત્ર લાંબા ગાળાના રોકાણ માટે બેસ્ટ છે. આ સ્કીમમાં 10 વર્ષ 4 મહિના એટલે કે 124 મહિનામાં પૈસા ડબલ થાય છે.
કિસાન વિકાસ પત્ર પર 7.2 ટકા વ્યાજ આપવામાં આવે છે. સર્ટીફિકેટ તરીકે રૂપિયા 1 હજાર, 5 હજાર, 10 હજાર અને 50 હજાર સુધી સર્ટીફિકેટ છે. જેને ખરીદી શકાય છે.
આ અંતર્ગત કોઈ પણ ભારતીય વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી વધારે છે તે અકાઉન્ટ ખોલાવી શકે છે. ઓછામાં ઓછા 1 હજારના કિસાન વિકાસ પત્ર ખરીદી શકે છે. આ સ્કીમ વર્ષ 1988માં શરૂ થયેલી.
રોકાણ માટે કોઈ મર્યાદા નથી. સરકારે રૂપિયા 50 હજારથી વધારે રોકાણ પર PAN કાર્ડ ફરજિયાત કર્યું હતું. આ ઉપરાંત ઓળખ માટે દસ્તાવેજ આપવા પડે છે.
આ સ્કીમ માટે સગીર વ્યક્તિ ઉપરાંત NRI પણ યોગ્યતા ધરાવતા નથી.