કોમર્શિયલ સર્વિસિસ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી ગ્રોઈંગ્ટન વેન્ચર્સ ઈન્ડિયા લિમિટેડ શેરધારકોને 24 બોનસ શેર આપવા જઈ રહી છે.
ગ્રોઈંગટન વેન્ચર્સ ઈન્ડિયા 24:100 રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની 100 શેર પર 24 બોનસ શેર આપશે. આ માટે રેકોર્ડ ડેટ 25 માર્ચ, 2023 નક્કી કરવામાં આવી છે.
ગ્રોઈંગ્ટન વેન્ચર્સ ઈન્ડિયાએ શેરોમાં છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 750 ટકા વળતર આપ્યું છે. 21 માર્ચ,2022ના રોજ શેરનો ભાવ રૂપિયા 12.30 હતો,જે વર્તમાન સમયમાં રૂપિયા 104.60 થઈ ગયો છે.
છેલ્લા એક મહિનામાં આશરે 70 ટકા વળતર આપ્યું છે. ગ્રોઈંગ્ટન વેન્ચર્સ ઈન્ડિયાના શેર 14 ફેબ્રુઆરી,2023ના રોજ રૂપિયા 61.60 હતો, જે 17 માર્ચ,2023ના રોજ વધીને રૂપિયા 104.60 થઈ ગયો છે.