આદિત્ય વિઝનના શેરનો ભાવ છેલ્લા એક વર્ષમાં 100 ટકા કરતાં ઉછાળો નોંધાયો છે. કોવિડની સ્થિતિ બાદ રૂપિયા 18થી વધી રૂપિયા 1,500 થયો છે.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રોકાણકારોને આશરે 8,250 ટકા વળતર મળ્યું છે.
છેલ્લા એક મહિના દરમિયાન 1.50 ટકા સુધારો દર્શાવ્યો છે. છેલ્લા છ મહિના દરમિયાન શેરનો ભાવ રૂપિયા 1,385થી વધી રૂપિયા 1,500 થયો છે. જ્યારે એક વર્ષ દરમિયાન રૂપિયા 710થી વધી રૂપિયા 1,500 થયો છે.
છેલ્લા બે વર્ષની વાત કરીએ તો આશરે રૂપિયા 190થી વધીને રૂપિયા 1,500 થયો છે. અને ત્રણ વર્ષની અવધિમાં શેરનો ભાવ રૂપિયા 19થી વધી રૂપિયા 1,500 થયો છે. આમ આ ગાળામાં 8,250 ટકા ઉછાળો નોંધાયો છે.
જે રોકાણકારોએ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન એક લાખનું રોકાણ કર્યું હોય તેમના રોકાણનું મૂલ્ય વધીને રૂપિયા 82.50 થઈ ગયું છે.