લગ્નના વર્ષો બાદ પણ માતા ન બની શકી આ અભિનેત્રીઓ


By 11, Feb 2023 10:59 PMgujaratijagran.com

અભિનેત્રીઓએ મુક્તપણે વાત કરેલી

બોલીવુડની અનેક અભિનેત્રી પોતાની પ્રેગ્નન્સી અને તેને લગતા સંઘર્ષ અંગે મુક્તપણે વાત કરી ચુકી છે

માતા નહીં બનવાનો નિર્ણય કરેલો

અનેક અભિનેત્રી તો IVFના અનેક પ્રયત્નો બાદ માતા બની છે. જોકે કેટલીક અભિનેત્રી એવી પણ છે કે જેમણે માતા નહીં બનવાનો નિર્ણય કરેલો

આ અભિનેત્રીઓ વિશે

અહીં અમે તમને બોલીવુડની કેટલીક પ્રસિદ્ધ અભિનેત્રીઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ

રેખા સાથે જોડાયેલી દુઃખદ ઘટના

રેખાએ બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યાં હતા, પણ એક વર્ષમાં જ દુઃખોનો પહાડ ત્યારે તૂટી પડ્યો કે જ્યારે તેમના પતિએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધેલી. ત્યારબાદ રેખા એ બીજા લગ્ન ન કર્યાં.

કશ્મીરા શાહ

TV અભિનેત્રી કશ્મીરા શાહ પણ નેચરલી કન્સીવ કરી શકી નહીં. તેણે 14 વખત કન્સીવ કરવાનો પ્રયત્ન કરેલો, પણ સફળતા મળી ન હતી. જોકે, સરોગેસીની મદદથી આજે તે બે બાળકોની માતા છે

શબાના આઝમી

શબાના આઝમીએ જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યાં હતા, પણ તેમને કોઈ સંતાન ન હતું. શબાના જાવેદ અખ્તરની બીજી પત્ની છે

જાવેદ અખ્તરા પહેલા લગ્ન

જાવેદ અખ્તરે પહેલા લગ્ન હની ઈરાની સાથે કર્યાં હતા, જેથી તેઓ બે બાળકો (ફરહાન અખ્તર અને જોયા અખ્તર)ના પિતા બન્યા. શબાના પણ આ બે બાળકોને પોતાના બાળકોની જેમ પ્રેમ કરે છે.

સાયરા

સાયરાએ વર્ષ 1966માં 22 વર્ષ મોટા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યાં હતા. આ દંપત્તિને પણ કોઈ સંતાન ન હતું.

મેડિકલ કોમ્પ્લિકેશન

મેડિકલ કોમ્પ્લિકેશનને લીધે તેમને કોઈ સંતાન થયું નહીં અને બન્ને માતા-પિતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શક્યા નહીં

હેલન

હેલને પહેલા લગ્ન તૂટ્યા બાદ ફિલ્મ લેખક સલીમ ખાન સાથે બીજા લગ્ન કરેલા. સલીમ ખાનના પણ બીજા લગ્ન હતા

દત્તક દીકરી લીધેલી

લગ્ન બાદ બન્નેને કોઈ સંતાન ન હતું તો તેમણે એક દીકરી દત્તક લીધી હતી, જેનું નામ અર્પિતા રાખવામાં આવેલુ

ટ્રેડિશનલ લુકમાં આકર્ષક જોવા મળી નિક્કી તંબોલી