ટ્રાય કરો તીખું- તમતમતું ખીચું


By Hariom Sharma25, Sep 2024 03:58 PMgujaratijagran.com

ગુજરાતી ખીચું રેસીપી

ગરમા ગરમ અને ટેસ્ટી ખીચું બધાને ભાવતું હોય છે. ગાર્ડનમાં જઈએ તો ત્યાં ગરમા ગરમ ખુચું મળતું જ હોય છે. તો આજે બજાર જેવું ટેસ્ટી ખીચું ઘરે કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

ખીચું બનાવવાની સામગ્રી

ચોખાનો લોટ, આખું જીરું, મીઠું, લીલા મરચા, અજમો, કોથમરી, ખાવાનો સોડા, તેલ, મેથીનો મસાલો.

સ્ટેપ 1

ખીચું બનાવવા કઢાઈમાં ત્રણ કપ પાણી ઉમેરી ગરમ કરો. હવે એક ચમચી જીરું ઉમેરી પાણી ઉકાળો.

સ્ટેપ 2

પછી થોડું મીઠું અને સમારેલા લીલા મરચા ઉમેરો. હવે તેમા અજમો ઉમેરી થોડું મિક્સ કરો.

સ્ટેપ 3

થોડો ખાવાનો સોડા ઉમેરી, તમે પાપડ ખારો પણ ઉમેરી શકો છો.

સ્ટેપ 4

પછી સમારેલી કોથમરી ઉમેરો અને એક કપ ચોખાનો જીણો લોટ ઉમેરી વેલણની મદદથી મિક્સ કરો અને હલાવતા રહો.

સ્ટેપ 5

બધુ બરાબર મિક્સ કરો, જરૂર મુજબ ગરમ પાણી ઉમેરવું અને થોડીવાર પાકવા દો.

સ્ટેપ 6

હવે બાઉલમાં ખીચું લો, તેના પર સિંગતેલ અને તેના પર મેથીનો મસાલો ઉમેરી સર્વ કરો. તૈયાર છે તમારું ટેસ્ટી ખીચું.

Delicious Recipe: બારડોલીનો પ્રખ્યાત પાપડનો માંડવો