Delicious Recipe: બારડોલીનો પ્રખ્યાત પાપડનો માંડવો


By Vanraj Dabhi24, Sep 2024 05:51 PMgujaratijagran.com

પાપડનો માંડવો

બારડોલીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાપનો ગુલ્લો કે માંડવો તમે ખાધો હશે, ચાલો આજે તેની ઘરે બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

ચોખાનો લોટ, પાણી, શેકેલ જીરું, સેંધા નમક, આદુ-લસણ લીલા મરચાની પેસ્ટ, પાપડનો સોડા, તેલ, શેકેલા પાપડ, લાલ મરચું પાઉડર, હિંગ, રાઈ, સફેદ તલ, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં પાણી, શેકેલ જીરું, સેંધા નમક, આદુ-લસણ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો.

સ્ટેપ-2

હવે તેમાં પાપડનો ખારો ઉમેરીને પાણી સારી રીતે ઉકાળીને તેમાં ચોખાનો લોટ ઉમેરતા જણીને વેલણ વડે મિક્સ કરતા જાવ.

સ્ટેપ-3

સારી રીતે મિક્સ કરીને પછી મિશ્રલ થોડી વાર ઠંડુ થાય એટલે એક પ્લાસ્ટિક બેગમાં ભરી ઉપર તેલ નાખીને સારી રીતે મસળી લો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના નાના લૂઆ બનાવીને ગુલ્લા બનાવીને ઢોકળીયામાં સ્ટીમ કરી લો.

સ્ટેપ-5

હવે ગુલ્લાને પાટલા પર મૂકી વેલણ વડે રોટલી જેમ રોલ કરી ઉપર શેકેલ પાપડ મૂકી ફરીથી રોલ કરી લો.

સ્ટેપ-6

હવે રોટલીને ગોળ વાળીને પછી છરી વડે ખાંડવી જેવા નાના નાના ટુકડા કરી લો.

સર્વ કરો

હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ, સફેદ તલનો વઘાર તૈયાર કરી પાપડના માંડવા પર રેડી ઉપર લાલ મરચું પાઉડર અને કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Snack Centers: રાજકોટમાં નાસ્તા માટે ટોપ 5 લોકેશન