12 માર્ચથી ભૌતિક સુખોના કારક શુક્રના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ફાયદો


By Akshat Pandya06, Mar 2023 03:04 PMgujaratijagran.com

શુક્ર ગોચર 2023

શુક્ર દેવ 12 માર્ચે સવારે 8.13 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કરશે.

મેષ રાશિ

જીવનસાથી સાથે સંબંધો સુધરશે. વ્યક્તિત્વ આકર્ષક બનશે. માન-સન્માનમાં વધારો થશે.

મિથુન રાશિ

તમે તમારા જીવનમાં લગ્ઝરી સામાનમાં વધારો કરશો. પરિવારજનો અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે.

સિંહ રાશિ

શુક્રનું આ ગોચર કળા ક્ષેત્રમાં કામ કરનારાઓ માટે નવા અવસરો લઈને આવશે. ભાઈ-બહેનોનો સહયોગ અને પ્રેમ મળતો રહેશે.

કન્યા રાશિ

શુક્રનું ગોચર તમારા માટે લાભદાયક રહેશે. સાસરિયાં તરફથી લાભ મળશે. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે.

કુંભ રાશિ

તીર્થ યાત્રા થઈ શકે છે. ગુરુ અને માતા-પિતાનો આશિર્વાદ બની રહેશે. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે.

આ લોકોએ હોળી પ્રગટતી જોવી જોઈએ નહીં