ડાયાબિટીસ જેવી સમસ્યામાં ખોરાકનું ઘણું ધ્યાન રાખવું પડે છે. કારણ કે અમુક ખોરાક ખાવાથી લોહીમાં શુગર વધી જવાનું જોખમ રહે છે.આવામાં જો આ કેટલીક શાકભાજીનું સેવન કરવામાં આવે તો બ્લડ સુગર લેવલને કંટ્રોલમા રાખવામાં મદદ મળી રહે છે. ચાલો જાણીએ વધુમાં
ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવા માટે ખોરાક પર ઘણું ઘ્યાન આપવું જરુરી છે આમ કરવાથી સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થતી નથી
પાલકને એક સુપરફૂડ માનવામા આવે છે. તેમાં રહેલા ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ ઉપરાંત તે બ્લડ શુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે.
ગાજરમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે ડાયાબિટીસમાં ફાયદાકારક રહે છે. તેને તમારા ખોરાકમાં સામેલ કરી શકો છો.
મેથી પોષકત્વાથી ભરપૂર હોય છે આના સેવનથી શરીર સ્વસ્થ રહે છે. ડાયાબિટીસમાં લીલા શાકભાજી ખાવાનું સારું માનવામાં આવે છે.
બ્રોકોલી આયર્ન, વિટામિન સી અને ફાઈબર રહેલુ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
કારેલમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કારેલા લોહીમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે.
ડાયાબિટીસના દર્દીઓએ બટાકા, વટાણા અને મકાઈ જેવા શાકભાજીનું સેવન ટાળવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.