કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રાખે છે આ 6 શાકભાજી


By Prince Solanki11, Dec 2023 06:28 PMgujaratijagran.com

કોલેસ્ટ્રોલ

શરીરમા કોલેસ્ટ્રોલની માત્રા વધવાથી હાર્ટ સંબઘિત બીમારીઓનુ જોખમ વધી જાય છે. એવામા કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવા માટે તમે આ 6 શાકભાજીનુ સેવન કરી શકો છો.

ચોળી

કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવા માટે તમે ચોળીનુ સેવન કરી શકો છો. તેમા રહેલા પોષકતત્વો શરીરમા કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવા માટે મદદ કરે છે.

ભીંડા

ભીંડામા ફાઈબરની માત્રા વધુ હોય છે. આ ઉપરાંત ભીંડામા કેલેરીનુ પ્રમાણ પણ ઓછુ હોય છે. જેથી તેનુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામા મદદ મળે છે.

રીંગણ

જે લોકોમા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ વધુ હોય છે તે લોકોએ રીંગણનુ શાક ખાવુ જોઈએ. ભીંડાની જેમ જ રીંગણમા કેલેરીનુ પ્રમાણ પણ ઓછુ હોય છે અને ફાઈબરનુ પ્રમાણ વધુ હોય છે.

બ્રોકોલી

બ્રોકોલીનુ સેવન કરવાથી શરીરમા કોલેસ્ટ્રોલનુ પ્રમાણ ઘટે છે. તેમા રહેલા સ્ટાર્ચ વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

ડુંગળી

ડુંગળીને રસોઈ બનાવવા તથા સલાડ તરિકે ઉપયોગ કરવામા આવે છે. જણાવી દઈએ કે ડુંગળીમા ફાઈબરની માત્રા ખૂબ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમા રહે છે.

લસણ

લસણમા રહેલા એંટી હાઈપરલિપિમેડિયા ગુણ શરીરમા કોલેસ્ટ્રોલને ઓછુ કરવામા મદદ મળે છે. આ માટે તમે દરરોજ 2 લસણની કળી ખાઓ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

બદામ અને કિસમિસ પલાળીને એક સાથે ખાઓ, મળશે બે ગણા ફાયદા