બદામ અને કિસમિસ બન્ને જરુરી પોષકતત્વો હોય છે, પણ જો બદામ અને કિસમિસ પલાળીને એકસાથે કરવામા આવે તો તેનાથી બે ગણા ફાયદા પ્રાપ્ત થાય છે. ચલો જાણીએ બદામ અને કિસમિસ પલાળીને એક સાથે ખાવાથી મળતા ફાયદા વિશે.
બદામમા કેલ્શિયમ, મેગ્નેશિયમ, જિંક, ઓમેગા 3 ફેટી એસિડના ગુણોથી ભરપૂર હોય છે. આ ઉપરાંત તેમા વિટામિન, આયરન, પોટેશિયમ, પોસ્ફોરસ પણ મળી આવે છે.
કિશમિશમા પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, જિંક, પોટેશિયમ, કોપર જેવા પોષકતત્વો હોય છે.
રોજ બદામ અને કિસમિસ પલાળીને એક સાથે ખાવાથી શરીરમા એનર્જી લેવલ બની રહે છે.
પેટ સાથે સંબધિત સમસ્યાઓ દૂર કરવા માટે તમે બદામ અને કિસમિસ પલાળીને એક સાથે ખાઈ શકો છો. તેમા રહેલુ ફાઈબર અપચો, કબજિયાત, ગેસ જેવી સમસ્યાઓ માથી છૂટકારો મળે છે.
બદામમા વિટામિન ઈ ગુણ હોય છે, જે વાળના ગ્રોથને સારો બનાવે છે. બદામ અને કિસમિસ બન્નેમા એંટી ઓક્સિડેંટ ગુણ હોય છે.
બદામ અને કિસમિસ પલાળીને એક સાથે ખાવાથી તમારા શરીરને એંટી ઓક્સિડેંટ ગુણ મળે છે, જે તમારી ચામડી માટે ફાયદાકારક હોય છે.