ખરાબ ખાવાપીવાની આદતો અને કસરતના અભાવના કારણે માથાના ભાગમા દુખાવો થવો ખૂબ જ સામાન્ય વાત છે. જો તમે પણ માથાના દુખાવાથી હેરાન છો તો તમે આ સમસ્યામાથી રાહત મેળવી શકો છો.
સુપ્ત વિરાસનાને માથાના દુખાવાનો યોગ કહેવામા આવે છે. તેને નિયમિત કરવાથી માઈગ્રેનની સમસ્યામાથી રાહત મળે છે.
આ આસનને કરવા માટે વ્રજાસનની મુદ્રામા બેસો. તેના પછી શરીરને પાછળ લઈ હાથોને કોણીની સામે જમીન પર રાખો. આ દરમિયાન પીઠ જમીન પર અને નિતંબ જમીન પર હોવા જોઈએ.
માથાના દુખાવાથી રાહત મેળવવા માટે બાલાસન કરો. તેના નિયમિત અભ્યાસ કરવાથી શરીરમા લોહીની ઉણપ પૂરી થાય છે. સાથે એ દિમાગને પણ સ્વસ્થ રાખે છે.
વજ્રાસનની સ્થિતિમા બેસી જાઓ. બન્ને હાથોને ઉપર લઈ જતા માથાના ભાગ તરફ જૂકો. ત્યારબાદ કોણી, હથેળી અને માથાને જમીન પર રાખો. થોડીવાર આ સ્થિતિમા રહો.
પાદંગુષ્ઠાન સસ્કૃતના બે શબ્દો પદ એટલે કે પગ અંગુષ્ઠ એટલે કે અંગૂઠાથી બનેલો છે. તેને નિયમિત કરવાથી માથાના દુખાવાથી રાહત મળે છે.
અધો મુખ શ્વાનાસન માથાના દુખાવામા રાહત આપે છે. આ આસન કરવાથી બ્લડ સર્કુલેશનને સુધારવામા મદદ મળે છે.
રોજ શવાસન કરવાથી માઈગ્રેન અને માથાના દુખાવા માથી રાહત મળે છે. તેનાથી શરીરને પણ રાહત મળે છે. તેનાથી દિમાગમા ઓક્સિજનની માત્રા પણ વધે છે.