શાકભાજીમાંથી આ રીતે બનાવો હેલ્દી અને ટેસ્ટી સૂપ


By Vanraj Dabhi11, Sep 2023 05:03 PMgujaratijagran.com

જાણો

ઘણી વખત લોકો શાકભાજીને કઠોળમાં ઉમેરીને તૈયાર કરે છે અથવા તેને સીધા શાકભાજી તરીકે ખાય છે, આપણે શાકભાજીમાંથી હેલ્દી અને ટેસ્ટી સૂપ બનાવી શકીએ છીએ,આવો જાણીએ.

સામગ્રી

ગાજર-મધ્યમ કદ,ફુલગોબી-1-4 ભાગ,લીલા વટાણા અડધી વાટકી,કેપ્સીકમ 1,મકાઈનો લોટ 1 ચમચી,કાળા મરી- અડધી ચમચી,વિનેગર -1-2 ચમચી,મીઠું સ્વાદ મુજબ,કોથમીર બારીક સમારેલ,લીંબુ અડધો કટકો.

સ્ટેપ-1

સૌ પ્રેથમ ગાજર,કોબી,ફ્રેન્ચ બીન્સ,ડુંગળી જેવા તમામ શાકભાજીને સારી રીતે ધોઈ લો અને બારીક સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં 1 ચમચી મકાઈનો લોટ અને પાણી નાખીને બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-3

આ પછી એક પેનમાં 1-2 ચમચી તેલ અથવા માખણ ગરમ કરો અને તેમાં સમારેલી લીલી ડુંગળી અને લસણ નાખો.

સ્ટેપ-4

આ પછી તમામ શાકભાજીને પેનમાં નાખો અને 3-4 મિનિટ સુધી ફ્રાય કરો, હવે તેમાં પાણી નાખીને ઉકાળો.

સ્ટેપ-5

આ મિશ્રણમાં મીઠું અને કાળા મરી નાખ્યા પછી તેમાં મકાઈનો લોટ-પાણીનું દ્રાવણ નાખો અને એક મિનિટ સુધી ચમચા વડે સતત હલાવતા રહો.

સ્ટેપ-6

શાકભાજી રાંધ્યા પછી તેમાં વિનેગર નાખીને બરાબર મિક્સ કરી લો,સૂપનો સ્વાદ લો અને જરૂર મુજબ મીઠું અને કાળા મરીનો પાવડર નાખો.

વાંચતા રહો

આ રીતે તમે ઘરે ટેસ્ટી અને હેલ્દી વેજીટેબલ સૂપ પણ બનાવી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તુલસીને ચાવીને ખાવાની ભૂલ ક્યારેય ના કરશો, નહીં તો થઈ શકે છે આ નુક્સાન