કેટલાક લોકોનું માનવું છે કે, તુલસીને ચાવીને ખાવાથી દાંત ખરાબ થઈ શકે છે. જ્યારે કેટલાક લોકો તુલસીને ચાવીને ખાવાનું સમર્થન કરે છે. એવામાં ચાલો જાણીએ કે, તમારે તુલસીના પાનને કેવી રીતે ખાવા જોઈએ.
તુલસીના પાનમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ મળી આવે છે. જે શરદી, તાવ જેવી સમસ્યામાં છૂટકારો અપાવા સાથે આપણ શ્વસન ક્રિયાને પણ સુધારે છે. આટલું જ નહીં, તેમાંથી મળી આવતા એસિડથી આપણ પાચન સબંધિત સમસ્યા પણ દૂર થઈ શકે છે. તુલસીના પાનમાં રહેલ એડાપ્ટોજેન સ્ટ્રેસનું લેવલ પણ ઘટાડે છે.
દરરોજ તુલસીનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને નર્વસ સિસ્ટમમાં પણ સુધારો થાય છે. તુલસીના પાનથી માથાના દુખાવામાં પણ આરમ મળે છે. આ ઉપરાતં જેમને એસિડિટી, ગેસ અને કબજિયાત તેવી સમસ્યા હોય, તેમના માટે તુલસીના પાનનું સેવન ફાયદેમંદ નીવડે છે.
તુલસીના 4-5 પાનને સારી રીતે ધોઈને આખી રાત પલાળીને રાખો. સવારે ખાલી પેટ આ પાનને પાણી સાથે ગળી જવા જોઈએ. અહીં યાદ રાખો, તુલસીના પાનને ચાવવાના નથી.
તુલસીના પાનમાં પારો અને આયરન મળી આવે છે. એવામાં પાનને ચાવવાથી દાંતને ખૂબ જ નુક્સાન થાય છે. આ ઉપરાંત તુલસીના પાનનું નેચરલ એસિડિક હોય છે, જ્યારે આપણું મોં અલ્કલાઈન હોય છે. એવામાં દાંતોને ઈનેમલને નુક્સાન થઈ શકે છે.