ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે. દરરોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં સેલ્સની મરમ્મત અને કંસ્ટ્રક્શનને વધારો મળે છે. જે બાળકો, સગીરો અને ગર્ભવતી મહિલાઓ માટે વધારે ફાયદેમંદ થઈ શકે છે.
શેકેલા ચણામાં સારા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. ફાઈબર પાચનને સુધારવામાં તેમજ કબજિયાત જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
શેકેલા ચણા ડાયાબિટીશના દર્દીઓ માટે સારા મનાય છે. જેમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે, જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જણાવી દઈએ કે, શેકેલા ચણાનું GI લેવલ 28 છે.
શેકેલા ચણાનું સેવન હાડકાને મજબૂત બનાવે છે. જેમાં મેંગેનીઝ અને ફાસ્ફોરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે હાડકાને હેલ્ધી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
શેકેલા ચણામાં મેંગેનીઝ, ફોલેટ, ફોસ્ફરસ અને કોપરનું સારું પ્રમાણ હોય છે. જે આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે ફાયદેમંદ નીવડે છે. ફાસ્ફોરસ બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
શેકેલા ચણામાં ફેટ અને કેલેરી ઓછી હોય છે. આ સાથે તેમાં ફાસ્ફોરસ સારા પ્રમાણમાં મળી આવે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.