મોટાભાગના લોકોની સવારની શરૂઆત ચાની સાથે જ થતી હોય છે. એવામાં ચાલો જાણીએ, ચા પીવાથી શરીરને શું નુક્સાન થઈ શકે છે
ચામાં કેફિનનું પ્રમાણ વધારે હોય છે. જેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરમાં ગેસની સમસ્યા થઈ શકે છે.
વધારે પડતી ચા પીવાથી આંતરડામાં ઈન્ફેક્શનનો ખતરો વધી શકે છે. આ ઉપરાંત પાચન સબંધિત અનેક પ્રકારની બીમારી થઈ શકે છે.
વધારે ચા પીવાથી ઊંઘ ઓછી આવે છે. ઊંઘ પૂરી ના થવાથી તણાવની સમસ્યા સર્જાઈ શકે છે.
ચાનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. ચામાં મળી આવતા કેફિન શરીરમાં પાણીને શોષી લે છે.
ચામાં મળી આવતા તત્વ શરીરમાં આયરનને પ્રભાવિત કરે છે. જેનાથી શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી હોઈ શકે છે.
વધારે પ્રમાણમાં ચા પીવાથી મેન્ટલ હેલ્થ પર વિપરિત અસર થઈ શકે છે. જેનાથી વ્યક્તિને ગભરામણની સમસ્યા પણ થઈ શકે છે.