દૂધ પીવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે, આ સિવાય તેના સેવનથી શરીરને અન્ય ઘણા પોષક તત્વો પણ મળે છે. ચાલો જાણીએ કે રાત્રે દૂધ પીવાથી શરીરને શું ફાયદા થાય છે.
દૂધમાં કેલ્શિયમ,આયર્ન,ઝિંક,મેગ્નેશિયમ જેવા મિનરલ્સ ઉપરાંત વિટામિન્સ પણ સારી માત્રામાં જોવા મળે છે, તેના સેવનથી હાડકાં મજબૂત થાય છે.
નિયમિત દૂધનુ સેવન કરવાથી વજન ઓછું થાય છે અને બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે, જ્યારે શરીરમાં કેલ્શિયમ પૂરું પાડે છે જેનાથી હાડકાના ફ્રેક્ચરનું જોખમ પણ ઘટે છે.
રાત્રે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે,તેમાં ટ્રિપ્ટોફન હોય છે, જે સેરોટિનિન અને મેલાટોનિનનું ઉત્પાદન વધારે છે, સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાથી તમને આરામનો અનુભવ થશે અને તમને સારી ઊંઘ પણ આવશે.
દૂધનું સેવન કરવાથી શરીરમાં પાણીની કમી નથી થતી આ એક પ્રકારનું હાઇડ્રેટિંગ પીણું છે, તેનું રોજ સેવન કરવાથી શરીરમાં પ્રવાહીની જરૂરીયાત પૂરી થાય છે.
વજન ઘટાડવામાં પણ દૂધ ફાયદાકારક છે, તેમાં પ્રોટીન મળી આવે છે,જેના કારણે દૂધ પીવાથી જલ્દી ભૂખ નથી લાગતી.તે મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે.
રાત્રે દૂધ પીવાથી તણાવ ઓછો થાય છે અને તણાવમુક્ત રહેવામાં પણ મદદ મળે છે,દૂધમાં જોવા મળતા એમિનો એસિડ કોર્ટિસોલ હોર્મોનનું સ્તર ઘટાડવાનું કામ કરે છે.
દૂધમાં કેસીન પ્રોટીન જોવા મળે છે,વર્કઆઉટ પછી તેનું સેવન કરવાથ સ્નાયુઓને રિકવર કરવામાં મદદ મળે છે.સાંજે કસરત કર્યા પછી દૂધનું સેવન કરવું જોઈએ.
આવા વધુ જીવનશૈલી સંબંધિત સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.