આજકાલ ઓનલાઈન પેમેન્ટનો જમાનો છે,દરેક વ્યક્તિ ટેકનોલો સેવી બનીને ઝડપથી ચાલતી દુનિયાને અનુસરવા માંગે છે.
ગ્રોસરી સ્ટોર્સથી લઈને સ્ટ્રીટ ફુડ વેન્ડર્સ સુધી દરેક હવે ઓનલાઈન પેમેન્ટ લેવાનું શરૂ કરી દીધુ છે, શાકભાજી વહેચતી એક મહિલાએ પણ આવું જ કઈંક કર્યું.
હકીકતમાં આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાકભાજી વેચતી એક મહિલાએ ટેક્નો સેવી બનવા માટે એક મજેદાર જુગાડ પણ કર્યો હતો.
આ રીલ Maharashtra.farmer દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, તે મૂળ રીપાલી અલ્હાટ નામના અન્ય વપરાશકર્તા દ્વારા શૂટ કરવામાં આવ્યું હતું.
ટૂંક જ સમયમાં રીલને 12.6મિલિયન લાઈક મળી છે, વીડિયોનું કેપ્શન હતું
ક્લિપમાં એક પુરૂષ મહિલા પાસેથી મગફળી ખરીદતો દેખાઈ છે,જ્યારે તેણે તેની પાસેથી પેમેન્ટ માટે QR કોડ માંગ્યો ત્યારે મહિલાએ તેને ત્રાજવાના બાઉલ બતાવ્યું.
ડિજિટલ પેમેન્ટનું QR કોડ સ્ટીકર જે ક્રિએટિવ રીતે લગાવ્યું હતું, તે ખરેખર વખાણવા લાયક હતું.