ઘણા લોકોને પનીર-બટેટા સમોસા ખાવાનું પસંદ કરતા હોય છે, આ તકે બજારમાંથી લાવવાને બદલે તમે તેને ઘરે જ સરળતાથી બનાવી શકો છો, આવો જાણીએ પનર-બટાટાના સમોસાની રેસીપી.
બાફેલા બટાકા-4,પનીર- 1 કપ,મરચું પાવડર,ધાણા પાવડર,મસાલા,ગરમ મસાલા,મીઠું,તેલ,બારીક લોટ.
સૌપ્રથમ 1 કપ લોટમાં મીઠું અને થોડું પાણી ઉમેરી લોટ બાંધો, તેને ખૂબ જ નરમ અથવા ખૂબ સખત બનાવશો નહીં.
હવે એક બાઉલમાં બટેટા,પનીર,લાલ મરચું,ધાણા પાવડર,ચાટ મસાલો,ગરમ મસાલો અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે બાંધેલ લોટમાંથી રોલ બનાવો, આ પછી તેના પર એક ચમચી સ્ટફિંગ મૂકો અને રોટલીને સમોસાના આકારમાં ફોલ્ડકરો.
પ્રેશર કૂકરમાં મીઠું નાખો, જાળીદાર સ્ટેન્ડ મૂકો અને તેનું ઢાંકણું બંધ કરો અને 10 મિનિટ માટે ગરમ થવા દો.
હવે સમોસા પર ઘી લગાવીને સ્ટેન્ડ પર રાખો,આ પછી કૂકરનું ઢાંકણ ઢાંકી અને તેને 15-20 મનિનટ સુધી બરાબર પકાવો.
થોડીવાર પછી સમોસા કાઢીને ગરમાગરમ સર્વ કરો, તમે તેને લીલી કે લાલ ચટણી સાથે પણ ખાઈ શકો છો.
આ રીતે તમે થોડી જ મિનિટોમાં બજાર જોવા બટેટા-પનીર સમોસા બનાવી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.