દેશનું વિદેશી મુદ્રા ભંડોળ 25 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 594.86 અબજ ડોલર યથાવત રહ્યું છે. RBIની માહિતી પ્રમાણે આ સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં નજીવા પ્રમાણમાં ઘટાડો થયો છે.
રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અટકાવવા માટે RBI દરમિયાનગીરી કરે છે અને વ્યાપક પ્રમાણમાં રૂપિયાની ખરીદી કરે છે.
સપ્તાહમાં US ડોલરની તુલનામાં રૂપિયા 0.60 ટકા વધ્યો હતો અને 82.36થી 83.12 વચ્ચે કામકાજ ધરાવતો હતો. ઈન્ટર બેંક વિદેશી મુદ્રા વિનિમય બજારમાં અમેરિકી ડોલરની તુલનામાં રૂપિયો 82.70 પ્રતિ ડોલર પર યથાવત રહ્યો હતો.
ક્રુડ ઓઈલની વધતી કિંમતોને પગલે રોકાણકારોની કારોબાર સંબંધિત ધારણા અસર થઈ. જોકે રૂપિયાની મજબૂત આર્થિક સ્થિતિને લીધે શેરબજારમાં એકંદરે હકારાત્મક વલણ રહ્યું હતું.