RBIએ 19મી મે,2023ના રોજ રૂપિયા 2000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. બેંકો પાસેથી મળેલા આંકડાથી માલુમ થયું છે કે 31 ઓગસ્ટ,2023 સુધીમાં બેંકોમાં જમા રૂપિયા 2,000 નોટોનું કુલ મૂલ્ય રૂપિયા 3.32 લાખ કરોડ હતી.
31મી ઓગસ્ટ, 2023ના રોજ રૂપિયા 2000ની 0.24 લાખ કરોડની નોટો જ ચલણ હતી. વર્તમાન ચલણમાં રૂપિયા 2000ની નોટોનું કુલ મૂલ્ય 3.62 લાખ કરોડ રૂપિયા હતું, જે 19મી મે 2023ના રોજ પાછી લેવાની જાહેરાતના સમયે ઘટીને 3.56 લાખ કરોડ થઈ ગઈ હતી.
RBIએ લોકોને રૂપિયા 2000ની ચલણી નોટોને 30 સપ્ટેમ્બર,2023 સુધી બેંકોમાં જમા કરવા અથવા અન્ય મૂલ્ય વર્ગની નોટોમાં બદલવા વિનંતી કરી હતી.