ચણાના પુડલા,સોજીના પુડલા વગેરે તો તમે ખાધા જ હશે પરંતુ શું તમે ઘઉંના લોટના પુડલા ક્યારેય બનાવ્યા છે, નહીં ને તો ચાલો જાણીએ તેની રેસિપી.
લોટ - 1/2 કપ, ગાજર - અડધો કપ (સમારેલું), ટામેટા - 1/2 કપ (ઝીણું સમારેલું), ડુંગળી - અડધો કપ, કોથમીર - 1/2 ચમચી (બારીક સમારીલી), હળદર પાવડર -અડધી ચમચી, અજમો - અડધી ચમચી, લીલા મરચાં - 1/2 (સમારેલા), મીઠું - સ્વાદ માટે.
સૌ પ્રેથમ એક બાઉલમાં લોટ લો અને તેને ચાળણી વડે ચારી લો અને પછી તેમાં પાણી નાખો અને દ્રાવણ તૈયાર કરો.
હવે આ લોટના બેટરમાં બધા સમારેલા શાકભાજી, મીઠું,હળદર અને અજમો નાખીને મિક્સ કરો.
પુડલા બનાવવા માટે ગેસ પર તવો મુકીને ગરમ કરો. ગરમ થાય એટલે તેલ કે ઘી વડે ગ્રીસ કરો.
હવે આ તવા પર પુડલાનું ઘટ્ટ દ્રાવણ નાખો અને તેને પુડલાનો આકાર આપવા ફેલાવો.
હવે તેને ઘી અથવા તેલ નાખીને ખૂબ સારી રીતે શેકી લો.જ્યાં સુધી તે લાઈટ બ્રાઉન ન થાય ત્યા સુધી તળો.
ઘઉંના પુડલા બનીને તૈયાર છે. તને લીલી કે લાલ ચટણી સાથે ગરમાં ગરમ ખાવ.