મખાનામાંથી બનાવો આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ


By Jivan Kapuriya31, Jul 2023 02:25 PMgujaratijagran.com

જાણો

મખાનામાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવો જાણીએ તેનાથી બનેલી કેટલાક સ્વાદિષ્ટ વાનગીઓ વિશે, જેને તમે પણ ટ્રાય કરી શકો છો.

મખાના ભેળ

તમે મખાનામાંથી મખાના ભેળ બનાવીને ખાઈ શકો છો. આ માટે સૌ પ્રથમ મખાના અને મગફળીને ઘીમાં તળી લો અને પછી તેમાં સમારેલી ડુંગળી,ગાજર,બીટ,ટામેટા,લીલા મરચાં,ધાણાજીરું,ચાટ મસાલો,સેવ,મીઠું વગેરે નાખીને મિક્સ કરો.

મખાના હલવો

મખાનામાંથી હલવો બનાવવા માટે તેને એક તપેલીમાં નાખીને શેકી લો અને પછી તેને ગ્રાઇન્ડરમાં નાખીને બરછટ પીસી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેને તળી લો, પછી દૂધ,ખાંડ,ખોવા વગેરે મિક્સ કરીને હલવો બનવો અને તેના પર ડ્રાય ફ્રુટ્સ નાખીને સર્વ કરો.

મખાના ચાટ

તમે મખાનામાંથી ચાટ પણ બનાવીને ખાઈ શકો છો. તેના માટે શેકેલા મખાનાને લો અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા ધાણા,ખાટી-મીઠી ચટણી,દહીં,મીઠું, થોડી ખાંડ,ચાટ મસાલો,સેવ વગેરે નાખીને મિકસ કરો.

ચિરોંજી મખાના ખીર

તમે મખાના અને ચિરોંજીને મિક્સ કરીને હેલ્દી ખીર બનાવી શકો છો. તમે તમારી સપંદગીના ડ્રાય ફ્રૂટ્સને ટુકડા કરીને ઉપર નાખી શકો છો.

પાલક-મખાના કઢી

તમે પાલક અને મખાનાની કઢી બનાવી શકો છો. આ હેલ્દી વાનગી હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે.તેન તમે પરાઠા કે પુડલા સાથે ખાઈ શકો છો.

મખાના રાયતા

તમે દહીં, ચાટ મસાલા અને મખાનાને મિક્સ કરીને રાયતા તૈયાર કરી શકો છો. તમે તેને પરાઠા,ભાત સાથે ખાઈ શકો છો.

મખાના નમકીન

મખાનામાં મગફળી,કાજુ,બદામ,સૂકુ નાળિયેર વગેરે મિક્સ કરીને ઘીમાં તળી લો અને પછી મસાલો અને સેવ મિક્સ કરીને સાંજે નાસ્તા તરીકે ખાઈ શકો છો.

તમે મખાનામાંથી પણ આ રીતે હેલ્દી રેસિપી બનાવી શકો છો.

ડાયાબિટીસ કંટ્રોલ કરવા આ ટિપ્સ ફોલો કરો