વેજિટેબલ અપ્પમ : ઇન્સ્ટન્ટ વેજ અપ્પમ ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi26, Feb 2024 10:17 AMgujaratijagran.com

સામગ્રી

ઈડલી બેટર,ટામેટા,લીલા વટાણા,કેપ્સીકમ,લીલું મરચું,આદુ ,મીઠું સ્વાદ મુજબ,કોથમરી, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ ટામેટાં,કેપ્સિકમ અને આદુને ધોઈને ઝીણા સમારી લો.

સ્ટેપ-2

એક મોટા મિક્સિંગ બાઉલમાં ઇડલીનું બેટર લો અને તેમાં જણાવેલ બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો

સ્ટેપ-3

હવે અપ્પમ મેકર ગરમ કરીને દરેક મોલ્ડમાં થોડું તેલ લગાવીને દરેક મોલ્ડમાં એક ચમચી બેટર ભરો.

સ્ટેપ-4

હવે અપ્પમ મેકરને ઢાંકણથી ઢાંકીને ધીમી આંચ પર અપ્પમને 2 મિનિટ સુધી પકાવો.

સ્ટેપ-5

અપ્પમ બંન્ને બાજુ પલટાવીને તેને ગોલ્ડન બ્રાઉન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકવો.

સર્વ કરો

તૈયાર છે વેજ અપ્પમ,તમે નારિયેળની ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પરફેક્ટ મસાલા દાળ ખીચડી કેવી રીતે બનાવવી