દાલ ખીચડી એ એક લોકપ્રિય રેસીપી છે, જે ઘણીવાર લંચ અથવા ડિનરમાં ખવાય છે.
આજે અમે તમને દાળ ખીચડી કેવી રીતે બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી.
સૌથી પહેલા એક મોટા બાઉલમાં અડધો કપ ચોખા, અડધો કપ મગની દાળને ધોઈને કૂકરમાં ઘી ગરમ કરીને તેમાં દાળ અને ચોખા ઉમેરો.
હવે તેમાં હળદર, મીઠું અને પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
5 મિનિટ ઢાંકીને પ્રેશરમાં કુક કરી અને પછી એક મોટી કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું,તમાલપત્ર અને હિંગ નાખીને વઘાર કરો.
હવે તેમાં ડુંગળી,આદુ લસણની પેસ્ટ નાખીને બરાબર હલાવો.
હવે તેમાં ટામેટા,હળદર,મરચું પાવડર,ગરમ મસાલો અને મીઠું ઉમેરો.
2 મિનિટ સુધી ફ્રાય કરો. હવે તેમાં રાંધેલા ભાત અને દાળ ઉમેરો. તેમજ 1 કપ પાણી અને જરૂર મુજબ ઉમેરો. સારી રીતે ભેળવી દો.
5 મિનિટ સુધી પકાવી લો અને તેમાં કોથમીર ગાર્નિશ કરીને અથાણું કે દહીં સાથે દાળ ખીચડીનો આનંદ લો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.