ઘણીવાર લોકોને લાગે છે કે તેઓ શાકાહારી બનીને તમામ જરૂરી પોષક તત્વો મેળવી શકતા નથી. પરંતુ એવું નથી,તમે શાકાહારી બનીને તમામ પોષક તત્વે મેળવી શકો છો. આ સ્ટોરીમાં જાણો શાકાહારી લોકો માટે ખાસ ખોરાક વિશે.
લીલા શાકભાજીમાં મેગ્નેશિયમ, આયર્ન અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખો અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રોકલી, પાલક,કોબી,ગોળ અને કોળું ખાવ.
કઠોળ ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સારૂં રહે છે.કઠોળ ખાવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે.
કઠોળમાં પ્રોટીન, ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ,વિટામિન્સ,મિનરલ્સ અને ફાઈબર વગેરે ગુણો મોટી માત્રામાં હોય છે.દાળ ખાવી તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકરક છે.
આખા અનાજ દ્રાવ્ય અને અદ્વાવ્ય ફાઈબરથી ભરપૂર હોય છે.તે પાચન સુધારે છે. આખા અનાજની રોટલી,બ્રેડ,ઓટ્સ અને બ્રાઉન રાઈસને ખોરાકમાં લો.
તમારે પ્રોટીન,એમિનો એસિડ, ઝિંક,કેલ્શિયમ અને ફાઈબરના ગુણોથી ભરપૂર અખરોટનું સેવન કરવું જોઈએ. તે શરીરને ઉર્જા આપે છે.બદામ,કાજુ,મગફળી,અખરોટ ખાવ.