વેજ મન્ચ્યુરીયનએ મિશ્ર શાકભાજીમાંથી બનેલી ભારતીય ચાઈનીઝ વાનગી છે.તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તેને તમે ઘરે પણ બનાવી શકો છો, તો ચાલો આજે અમે તમને જણાવીએ કે વેજ મન્ચ્યુરીયન ઘરે કેવી રીતે બનાવી શકાય.
કોબી-1-2 ટુકડા,2 ગાજર,મેંદાનો લોટ 100 ગ્રામ,ચોખાનો લોટ-100 ગ્રામ,કાળા મરી પાવડર- 1 ચમચી,લાલ મરચું પાવડર - 1 ચમચી,આદુ-લસણની પેસ્ટ-2 ચમચી, ફુડ કલર -1 ચમચી,સ્વાદ મુજબ મીઠું,તેલ તળવા માટે.
તેલ -3 ચમચી,લસણ -2 ટુકડાઓ, આદુ-બારીક સમારેલ,2 ગાજર બારીક સમારેલ,કેપ્સીકમ-1 ડુંગળી-2 સમારેલી,મરચાં -4 ,લીલી ડુંગળી 1-2 કપ,વિનેગર 2 ચમચી, સોયા સોસ-2 ચમચી,મીઠું -સ્વાદ મુજબ,ખાંડ-1 ચમચી,મેંદાનો લોટ -2 ચમચી.
સૌ પ્રથમ ગાજરને મિક્સરમાં હળવા હાથે પીસી લો અને એક મોટા બાઉલમાં કાઢી લો.
કોબીજને એ જ રીતે કાપો અને તેને પણ બરછટ પીસી લો. તેને એક બાઉલમાં કાઢીને બંનેને સારી રીતે મિક્સ કરી લો.
પછી તેમાં આદુ લસણની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લો.તેમાં મેંદાનો લોટ,ચોખાનો લોટ,કાળા મરી,લાલ મરચું,ફુડ કલર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.હવે બેટર તૈયાર છે.
તેલને ગેસ પર ગરમ કરવા માટે રાખો.તેલ ગરમ થાય એટલે બેટરના નાના-નાના બોલ બનાવીને તેલમાં તળી લો. જ્યારે બોલ લાઈટ બ્રાઉન થઈ જાય ત્યારે બહાર કાઢી લો.
હવે મન્ચ્યુરીયન ગ્રેવી તૈયાર કરીએ. એક પેનમાં થોડું તેલ લો. તેમાં બારીક સમારેલા આદુ અને લસણ નાખીને 3 થી 4 સેકેન્ડ માટે ફ્રાય કરી લો.
હવે તેમાં ગાજર અને ડુંગળી નાખો અને થોડી વાર માટે ફ્રાય કરો. પછી તેમાં લીલા મરચાં અને કેપ્સિકમ નાખીને થોડી વાર પાકવા દો.
જ્યારે આ મિશ્રણ સારી રીતે પાકી જાય ત્યારે તેમાં સોયા સોસ અને વિનેગર સોસ નાખીને બરાબર મિક્સ કરી લો.
પછી તેમાં એક ચમચી ખાંડ,કાશ્મીરી મરચું અને થોડું મીઠું નાખો ત્યાર બાદ લોટનું બેટર બનાવીને બરબર મિક્સ કરી લો. જો ઓછું હોય તો ઉપરથી પાણી નાખો.
થોડી વાર પછી તમે જોશો કે ગ્રવી જાડી દેખાવા લાગે છે. પછી તેમાં તળેલા મન્ચ્યુરીયન બોલ નાખીને મિક્સ કરો.
હવે તેમાં લીલી ડુંગળી નાખો અને તેને પ્લેટમાં કાઢી લો તેને લીલી ડુંગળીથી ગાર્નિશ કરો. વેજ મન્ચ્યુરીયન તૈયાર છે.
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો, તેને શેર કરો અને વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.