છોલે ભટુરે એક એવી રેસીપી છે જેને નાસ્તા,લંચ કે ડિનરમાં ગમે ત્યારે ખાઈ શકો છો. તે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે.તમે તેને તમારા ઘરે બનાવીને ટેસ્ટ માણી શકો છો. આવો જાણીએ ઘરે છોલે ભટુરે કેવી રીતે બનાવવા.
2 કપ ચણા,સૂકા આમળા,1 તમાલપત્ર,1 તજની લાકડી,2 એલચી,1 ચમચી જીરું,8 કાળા મરીના દાણા, 3 લવિંગ,2 ડુંગળી મસારેલી,1 ચમચી લસણ,1 ચમચી આદુ,1 ચમચી હળદર,1 ચમચી લાલ મરચું,1 ચમચી જીરું પાવડર,3 ચમચી મીઠું, 1 કપ પાણી, 1 ટામેટું સમારેલુ, કોથમીર.
1 ચમચી ખમીર,1-2 ચમચી ખાંડ,2 કપ મેંદાનો લોટ,1-2 કપ ઘઉંનો લોટ.
એક વાસણમાં ચણા અને સૂકા આમળા ઉકાળો.
એક પેન લો અને તેમાં તેલ નાખો.
તેલ ગરમ થાય પછી તમાલપત્ર,તજ,જીરું,કાળ મરી અને લવિંગને ટેમ્પરિંગ લાગું કરો.
આ મિશ્રણને થોડીવાર પાકવા દો.પછી તેમાં પાણી નાખીને હલાવતા રહો. હવે તેમાં બાફેલા ચણા અને મસારેલા ટમેટા નાખો.
તેને સારી રીતે મિક્સ કર્યા પછી તેને કૂકરમાં કાઢી લો અને તેમાં કોથમીર નાખીને પ્રેશર કુકરમાં પકાવો.
ત્રણ કે ચાર સીટી વાગ્યા પછી ગેસ બંઘ કરી દો, હવે આ છોલે તૈયાર છે.
એક બાઉલમાં યીસ્ટ લો અને તેમાં થોડી ખાંડ અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.
એક મોટા બાઉલમાં મેંદાનો લોટ,થોડો ઘઉંનો લોટ અને મીઠું મિકેસ કરો. પછી તેમાં યીસ્ટનું મિશ્રણ નાખો.
તેને મિક્સ કરી લોટની જેમ વણી લો, હવે આ લોટને ભીના કપડાથી ઢાંકીને 2-3 કલાક માટે રાખી મૂકો જેથી તે સારો તૈયાર બની જાય છે.
થોડો લોટ લો પછી તેમાથી રોટલી જેમ વણીને તૈયાર કરો.પછી તેને કડાઈમાં તળી લો. તમારા ભટુરા તૈયાર છે. છોલે સાથે ગરમાગરમ સર્વ કરો.
જો તમને છોલે ભટુરે ગમતું હોય થો એકવાર આ રેસીપી અજમાવો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.