રવામાંથી બનાવો આ યમ્મી વાનગીઓ, મહેમાનો આંગળા ચાટતા રહી જશે


By Jivan Kapuriya13, Aug 2023 12:30 PMgujaratijagran.com

જાણો

એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર રવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. ચાલો જાણીએ તેની અનેક વાનગીઓ.

રવા ઈડલી

રવામાં મીઠું,દહીં અને પાણી મિક્સ કરીને ઘટ્ટ બેટર તૈયાર કરો. તેને એક કલાક ઢાંકીને રહેવા દો. પછી તેને ઈડલીના સ્ટેન્ડમાં મૂકીને રાંધો અને તેને ચટણી, શાંભર સાથે સર્વ કરો.

રવા ઢોકળા

રવામાં દહીં,મીઠું,ખાંડ,લીલા મરચાં અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો પછી તેને વરાળમાં પકાવો, તેને લીલી ચટણી સાથે ખાવ.

રવાનો હલવો

રવાને ઘીમાં બ્રાઉન થાય ત્યાં સુઘી તળો,પછી તેમાં ડ્રાય ફ્રુટ્સ અને ખાંડ મિક્સ કરી થોડી વાર માચે શેકો પછી પાણી નાખીને હલાવો થોડીવારમાં હલવો તૈયાર થઈ જશે.

ઉપમા

ચણાની દાળ,લાલ મરચું અને મીઠા લીમડાના પાંદડા તેલમાં વઘાર્યા બાદ તેમાં શાકભાજી અને રવો શેકીને તૈયાર કરવામાં આવે છે. આ વાનગી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ઉત્તપમ

તે રવાના ખીરામાં ગાજર,કઠોળ અને અનેક પ્રકારની શાકભાજીને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ એક ટેસ્ટી અને હેલ્દી નાસેતો છે.

અપ્પમ

રવો,દહીં અને કેટલાક મસાલા નાખીને તેનું બેટર બનાવવામાં આવે છે, પછી તેને અપ્પમના વાસણમાં નાખીને રાંધવામાં આવે છે.

રવા ટોસ્ટ

રવો,દહીં અને શાકભાજીને મિક્સ કરીને ઘટ્ટ બેટર તૈયાર કરવામાં આવે છે અને તેને બ્રેડ પર લગાવીને મધ્યમ તાપ પર રાંધવામાં આવે છે. આ એક સારો સાંજનો નાસ્તો છે.

રવા બોલ

શેકેલા રવાને ગરમ પાણીમાં મિક્સ કરો અને પછી તેમાંથી બોલ બનાવો. પછી તેને સ્ટીમ કરો અને તેમાં મીઠા લીમડાના પાન,લીલાં મરચાં અને સરસવનો ટેમ્પરિંગ લગાવો.

રવા વડા

રવો,ડુંગળી,લીલા મરચાં,દહીં અને મીઠું નાખીને બેટર તૈયાર કરો.તેને થોડી વાર ઢાંકીને રાખો. આ બેટર ઘટ્ટ થઈ જાય પછી તેને તેલમાં વડાની જેમ તળી લો.

રવા પુડલા

રવો,દહીં,ડુંગળી,લીલા મરચાં,મીઠું અને કેટલાક લીલા શાકભાજી મિક્સ કરીને તેનું બેટર તૈયાર કરો. પછી તેને નોન સ્ટિક તવા પર પકાવો, તેને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.

રવા કેક

રવામાં દહીં,ખાંડ,ડ્રાયફ્રુટ્સ અને ફ્લેવરિંગ ઉમેરવામાં આવે છે અને તેને બેક કરીને કેક બાનાવવામાં આવે છે.આ ઈંડા વિનાની કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે.

રવા ઢોસા

રવાનું બેટર બનાવવા માટે રવો અને ચોખાના લોટમાં મીઠું નાખીને તૈયાર કરવામાં આવે છે. તે બનાવવું ખૂબ જ સરળ છે. તમે તેને સવારના નાસ્તામાં ખાઈ શકો છો.

ગુલાબ જાંબુ

દૂધમાં ખાંડ,ઘી અને રવો મિક્સ કરીને પકાવો, પછી આ મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવી લો. ત્યાર બાદ તેને તેલમાં તળી લો અને ખાંડની ચાસણીમાં નાખો.

વાંચતા રહો

જો તમને આ વાનગીઓ ગમતી હોય તો લાઈક-શેર કરો અને વધુ રેસીપી માટે ગુજરાતી જાગરમ વાંચતા રહો.

સાબુદાણીમાંથી બનાવો ફરાળી વાનગીઓ, ઉપવાસમાં ખૂબ જ યમ્મી લાગશે