મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન સાબુદાણા ખાવાનું પસંદ કરે છે.તેમાં સ્ટર્ચનું પ્રમાણ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આજે તમને તેનીથી બનેલી વાનગી વિશે જણાવીશું, જેને તમે ઉપવાસ દરમિયાન બનાવીને ખાઈ શકો છો.
હળવા મસાલાવાળી સાબુદાણાની ખીચડી ઉપવાસ દરમિયાન ખૂબ જ ખાવામાં આવે છે.ચાલો જાણીએ તેની રેસીપી.
1 કપ સાબુદાણા,1/2 કપ મગફળી,2 ચમચી ઘી,1 ચમચી જીરું,3/4 આખા લાલ મરચાં,મીઠા લીમડાના પાન,1 ચમચી સેધાં નમક,1 ચમચી મરચું પાવડર,1 ચમચી કોથમીર,1 ચમચી લીંબુનો રસ,1 ચમચી લીલા મરચાં ઝીણા સમારેલા.
સાબુદાણાને પાણીથી ધોઈ લો પાણીમાં 1 કલાક પલાળી રાખો. પછી તેને સ્ટ્રેનર વડે ગાળી લો અને જાડા કપડા પર એક કલાક સુધી સૂકાવી દો,જેથી તેનું પાણી સંપૂર્ણ રીતે નીકળી જાય.
હવે સાબુદાણા,મગફળી,નમક અને મરચું પાવડર મિક્સ કરો.એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરું,લાલ મરચું અને મીઠા લીમડાના પાન નાખો.
જ્યારે મરચાં થોડા ઘટ્ટ રંગના થઈ જાય ત્યારે તેમાં સબુદાણાનું મિશ્રણ નાખો. ધીમા ગેસ પર થોડીવાર રાંધ્યા બાદ કાઢી દો.
ઉપર લીંબુનો રસ નાખી મિક્સ કરો, તેનો સ્વાદ થોડો અલગ છે. છેલ્લે ગાર્નિશ માટે કોથમીર અને લીલા મરચાં નાખીને સર્વ કરો.
દરેક વ્યક્તિ ચોખા અને વર્મીસીલીની બનેલી ખીર ખાય છે.તેને બનાવવું ખૂબ જ સરળ છે. તે ખાવામાં ખૂબ જ હળવું છે. ઉપવાસ સિવાય સાબુદાણાની ખીર પણ આ રીતે ખાવામાં આે છે.
1 કપ સાબુદાણા, 1 લિટર દૂધ, દોઢ કપ ખાંડ,4 એલચી,કેસર.
સાબુદણાને લગભગ 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. તેમજ દૂધમાં ખાંડ અને એલચી નાખીને ઉકાળો.
આ પછી તેમાં સાબુદાણા નાખી થોડી વાર પછી 1 કપ પાણી નાખો અને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પકાવો.
1/4 કપ ગરમ દૂધમાં કેસર નાખો અને લગભગ 10 મિનિટ સુધી રાખો. તેને હળવા હાથે હલાવો.
જ્યારે ખીર થઈ જાય ત્યારે તેમાં આ કેસર દૂધ નાખો. તમે ઈચ્છો તો ડ્રાય ફ્રુટ્સ પણ નાખી શકો છો, પછી તમે ગરમાગરમ સર્વ કરી શકો છો.
અમને આશા છે કે તમને સાબુદાણાની આ રેસીપી પસંદ આવી હશે અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.