નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ વેજ મલાઈ સેન્ડવીચ, નાના-મોટા સૌ કોઈને ભાવશે


By Sanket M Parekh19, Jul 2023 03:29 PMgujaratijagran.com

સામગ્રી

• બ્રેડ-4 • ડુંગળી-1 • ગાજર- 1 • મલાઈ- 1 કપ • શિમલા મરચુ- અડધો કપ • ટામેટુ-1 • કોથમિર- એક મોટી ચમચી • કોબીજ- અડધો કપ • મરીનો પાવડર- અડધી ચમચી • લીલું મરચુ- એક કાપેલું • મીઠુ સ્વાદ અનુસાર

• સ્ટેપ-1

સૌ પ્રથમ તમામ શાકભાજી જેમ કે ગાજર, કોબીજ, ડુંગળી, લીલા મરચા અને શિમલા મરચાને ધોઈને ઝીણા સમારી લો.

સ્ટેપ-2

તમામ સમારેલા શાકભાજીને એક બાઉલમાં રાખો. હવે તેમાં એક કપ મલાઈ નાંખ્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-3

આ મિક્સ્ચરમાં મીઠુ અને મરી પાવડરને નાંખો. જે બાદ તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દો.

સ્ટેપ-4

હવે એક બ્રેડની સ્લાઈસ લો અને તેના પર શાકભાજી અને મલાઈથી તૈયાર કરેલ મિક્સ્ચર પેસ્ટ સારી રીતે ફેલાવીને લગાવી દો.

સ્ટેપ-5

જે બાદ બીજી બ્રેડ સ્લાઈસને તેની ઉપર રાખો. હવે તમે ઈચ્છો તો, તેને ત્રિકોણ આકારમાં પણ કાપી શકો છો.

સ્ટેપ-6

આ તૈયાર સેન્ડવીચને તમે શેકી પણ શકો છો. આ માટે એક તવામાં થોડું ઘી લગાવીને સેન્ડવીચને બન્ને બાજુથી શેકી લો.

વરસાદની ઋતુમાં ઘરમાં જીવજંતુઓથી કેવી રીતે બચવું