વરસાદની ઋતુમાં જીવજંતુઓનો ખૂબ ઉપદ્રવ થાય છે. જે કરડવાના કારણે કેટલાક પ્રકારના સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે. આવો જાણીએ તનાથી બચવા માટે કેટલાક ઉપાય.
સૌથી પહેલા ઘરમાં કે ઘરની આસપાસ પાણી જમા ન થવા દો. જેના કારણે જીવજંતુઓ જેવા કે કીડા-મકોડા,મચ્છર વગેરેનો ઉપદ્રવ થાય છે જેના કારણે બીમારીઓનું જોખમ વધી જાય છે.
વરસાદની ઋતુ દરમિયાન ઘરને હંમેશા સાફ રાખો, સાથે જ ભીનાશ ન થવા દો. આ જીવજંતુઓને ઝડપથી આકર્ષે છે.
આ ઋતુમાં ઘરની અંદર ઘણા વંદાઓ આવે છે.તેથી નેપ્થાલિનની ગોળીઓ વિવિધ સ્થળોએ રાખો, જેમ કે વોશ બેસિન પાસે,ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પાસે, રસોડામાં બોક્સની વચ્ચે વગેરે આનાથી વંદાથી છુટકારો મળશે.
વરસાદની ઋતુમાં ઘરમાં અથવા ઘરની બહાર કપૂર સળગાવી શકો છો. તેની દુર્ગંધથી માખીઓ અને મચ્છર આવવતા નથી સાથે જ ઘર પણ સુગંધિત હોય છે.
પુસ્તકો અથવા દિવાલો પર ફૂગ અથવા ઉધઈથી બચવા માટે ઘરમાં ભીનાશ ન થવા દો. સમયાંતરે પુસ્તકોને સાફ કરો અને તેની જગ્યા બદલાવો.
તમે ઘરે લેમન ગ્રાસનો છોડ લગાવી શકો છો. માખીઓ અને મચ્છર તેની સુગંધથી ભાગી જાય છે અને તમે વરસાદની ઋતુમાં જંતુઓથી સુરક્ષિત રહી શકો છો.
આ બધા સિવાય વરસાદમાં મચ્છરદાની લગાવીને સૂઈ જાઓ, સાથે જ તાજો ખોરાક લો.જંતુ કરવાના કિસ્સામાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.