શ્રાવણના સોમવાર શરૂ થઈ ગયા છે. આ દરમિયાન કેટલાક લોકો એકપણ પ્રકારના મીઠું ખાતા નથી. આવામાં અમે તમને જણાવવી રહ્યા છીએ મીઠાં વગર સરળતાથી બનતી કેટલીક ડિશની રેસીપી જે તમને વ્રત દરમિયાન ખાઈ શકો છો
આને બનાવવા માટે તમારે લોટનો ઉપયોગ કરવાની જરૂર નથી તેને ફક્ત બટાકા,એરોરોટ,ખાંડ,કેસર,અને ઘીની મદદથી સરળતાથી તૈયાર કરી શકાય છે.
પાણીમાં ખાંડ અને કેસર નાખી ચાસણી તૈયાર કરો . હવે બટાકાને બાફીને છાલ ઉતારી લો. આ પછી બટાકા અને એરોરોટને મિક્સીમાં પીસી લો.
હવે તેમાં દૂધ ઉમેરીને જલેબીનું ઘટ્ટ દ્રાવણ તૈયાર કરો, આ પછી એક સુતરાઉ કપડામાં એક નાનું છિદ્ર કરો અને તેમાં સામગ્રી નાખો અને જલેબી તૈયાર કરો . તેને ખાંડની ચાસણીમાં નાખો અને થોડી વાર પછી સર્વ કરો.
તેને બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે બટાકા મધ્યમ કદના કાપેલા -4 , ખાંડ -1/4 કપ, ઘી - 2 ચમચી, ફ્રેશ ક્રીમ -2 ચમચી, એલચી પાવડર અડધી ચમચી,
બટાકાને બાફી મેશ કરો અને એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં આ બટાકા નાખો. હવે તેમાં ખાંડ અને ક્રીમ ઉમેરો અને તે ભળી જાય ત્યાં સુધી પકાવો. ખીરું તૈયાર થયા પછી તેને એલચી પાવડર અને બદામના ટુકડાથી ગાર્નિક કરો.
આને બનાવવા માટે 1 ગ્લાસ કાચુ દૂધ અને એક વાટકી મખાનાની જરૂર પડશે.આ બનેને મિક્સરમાં નાખો અને મિક્સરને 10 સેકન્ડ સુધી ચલાવો.
મિક્સીમાં ગ્રાઈન્ડર કર્યા પછી,તમે તેમાં બૂરા પણ ઉમેરી શકો છો. હવે તેને થોડીવાર ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખો અથવા આ રીતે સર્વ કરો.