ચોમાસામાં અથાણાંને ફૂગથી આ રીતે બચાવો


By Jivan Kapuriya18, Jul 2023 11:19 AMgujaratijagran.com

જાણો

વરસાદી ઋતુમાં અથાણાંમાં ફૂગના કારણે બગડી જવાની શક્યતા વધી જાય છે કારણ કે આ ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો અને ભેજ વધુ હોય છે. આવો જાણીએ અથાણાંને લાંબા સમય સુધી સ્ટોર કરવાની કેટલીક ખાસ ટિપ્સ.

પ્લાસ્ટિકની બરણીમાં ન રાખો

સૌથી પહેલી વાત કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથાણું ન રાખો. જેમાં રાખવાથી તેની ખરાબ થવાની શક્યતા વધી જાય છે.

કાચની બરણીમાં સ્ટાર કરો

અથાણું હંમેશા કાચના કન્ટેનરમાં હવાની અવર જવર થાય એ રીતે રાખવું જોઈએ. જેનાથી અથાણું ઝડપથી બગડતુ નથી.

મીઠું અને તેલનો ઉપયોગ

અથાણાંમાં હંમેશા મીઠું અને તેલનું પ્રમાણ વધુ માત્રામાં નાખવપં જોઈએ. આનાથી અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. હકીકતમાં મીઠું અને તેલ અથાણાંમાં કુદરતી પ્રિઝર્વેટિવ તરીકેનું કામ કરે છે.

સૂર્યપ્રકાશમાં રાખો

અથાણાંને ક્યારેક ક્યારેક સૂર્યપ્રકાશ આપતા રહો, જેનાથી અથાણાંમાં ફુગ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે. સાથે અથાણાંને બરણીમાંથી કાઢવા માટે સૂકા ચમચીનો જ ઉપયોગ કરો.

ભીનાશથી બચાવો

અથાણાંની બરણીને ઘરની સાફ અને સૂકી જગ્યા એટલે કે ભેજ વગરની જગ્યાએ રાખો, ભીના હાથ કે ભેજ વાળી દિવાલ પાસે અથાણાંને ન રાખો. તે ફૂગનું કારણ બની શકે છે.

વિનેગર

અથાણાંને બરણીમાં ભરતા પહેલા બરણીની અંદર ચારે તરફ કોટનની મદદથી વિનેગરને લગાવો. આવું કરવાથી અથાણું જલ્દી બગડતું નથી.

ટિપ્સ

અલગ અલગ અથાણાંને કાઢવા માટે એક જ ચમચીનો ઉપયોગ કરશો નહીં. તેનાથી પણ અથાણું ઝડપથી બગડી શકે છે.

આ રીતે તમે વરસાદી ઋતુમાં અથાણાંને સ્ટોર કરી શકો છો.

બીજા ત્રિમાસિક ગાળામાં ચીનના અર્થતંત્રનો વિકાસ અપેક્ષા કરતા નીચો રહ્યો