ચીનના અર્થતંત્રએ એપ્રિલ-જૂનના બીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતા ઓછો 6.3 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે.
નિષ્ણાતોનું માનવું હતું કે ગયા વર્ષની સમાન અવધીમાં વૃદ્ધિની નબળી ઝડપને લીધે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ચીનનું અર્થતંત્ર વધારે ગતિથી આગળ વધશે.
વિશ્વનું બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્રની ઝડપ આગામી સમયમાં ઘટવાની શક્યતા છે. તેને લીધે ચીનમાં ગ્રાહકલક્ષી માંગ નબળી રહેવા તથા અન્ય અર્થતંત્રોમાં ચીનની માંગ ઘટી શકે છે.
ચીનનો GDP વૃદ્ધિ દર એપ્રિલ-જૂનમાં 6.2 ટકા રહ્યો છે. ગયા ત્રિમાસિક ગાળામાં ચીનની વૃદ્ધિ દર 4.5 ટકા રહી હતી.