સરકારે 3 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે, જે ગયા વર્ષના બફર સ્ટોક કરતાં 20 ટકા વધારે છે. સરકાર સેલ્ફ લાઈફ વધારવા માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) સાથે ડુંગળીના સંગ્રહ માટે એક ટેકનિક ટેસ્ટ કરી રહી છે.
નાણાકીય વર્ષ 2022-23માં સરકારે બફર સ્ટોક તરીકે 2.51 લાખ ટન ડુંગળીની ખરીદી કરેલી. ઓછા પુરવઠાની સ્થિતિમાં મૌસમ દરમિયાન કિંમત ઘણી વધી જાય છે તો ઈમર્જન્સી સ્થિતિનો સામનો કરવા પ્રાઈઝ સ્ટેબિલાઈઝેશન ફંડ (PSF) અંતર્ગત બફર સ્ટોક બનાવી રાખવામાં આવે છે.
સરકારે આ વર્ષે 3 લાખ ટન સુધી મજબૂત બફર સ્ટોક રાખ્યો છે, જેથી ડુંગળીને લગતી કોઈ જ પ્રકારની સમસ્યા રહેશે નહીં.
બફર સ્ટોક માટે જે ડુંગળી ખરીદવામાં આવી છે, તે તાજેતરમાં પૂરી થયેલી રવી સિઝનની છે. અત્યારે ખરીફ ડુંગળીનું વાવેતર ચાલી રહ્યું છે અને ઓક્ટોબરમાં તેની આવક શરૂ થઈ જશે.