ઘણા લોકો સ્થૂળતાની સસમ્યાથી પરેશાન છે, જ્યારે કેટલાક લોકો એવા છે જેમને ભૂખ નથી લાગતી. જેના કારણે તેમનું શરીર ખૂબ જ પાતળું પડી જાય છે.
જ્યારે ભૂખ ન લાગતી હોય ત્યારે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે, જેના કારણે અનેક બીમારીઓ થઈ શકે છે.
ડિપ્રેશન,હોર્મોન્સ અસંતુલન અને વધુ લાગણીશીલ હોવું એ ભૂખ ન લાગવાના કારણો હોઈ શકે છે. આ સ્થિતિમાં કેટલાક ઉપાયો અપનાવી શકાય છે.
તેનો ભૂકો ભૂખ વધારવામાં મદદ કરી શકે છે. ટેસ્ટ બડ્સ પણ તેના ઉપયોગથી સારો થાય છે. આદુને પાણીમાં ઉકાળીને તેનો રસ પાવો.
જો તમને ભૂખ ન લાગતી હોય તો,દિવસમાં ક્યારેક ક્યારેક થોડુ-થોડુ ખાવાનો પ્રયાસ કરો.તેનાથી ભૂખ વધે છે.
ફાસ્ટ ફૂડથી ઝડપથી પેટ ભરાય જાય છે. તેથા તેને ખાવાનું ટાળો, તેના બદલે શેકેલા ચણા અને મગફળી જેવા પોષ્ટિક આહાર ખાવ.
તમારા ભાજનમાં તજ,જીરું,કાળા મરી,ધાણા વગેરેનો સમાવેશ કરો, જે તમારી ભૂખને વધારશે.
ઘણા લોકો જ્યારે એકલા હોય ત્યારે ઓછું ખાય છે, તેથી મિત્રો અને પરિવાર સાથે બેસીને જમવાનું રાખો.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત આવા વધુ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.