જૂન મહિનામાં ભારતની સ્ટીલની આયાતમાં ચીન, વિયતનામનો હિસ્સો વધ્યો


By Nileshkumar Zinzuwadiya16, Jul 2023 10:40 PMgujaratijagran.com

સ્ટીલની આયાત

ચીન અને વિયતનામ જેવા દેશોમાંથી જૂન,2023માં ભારતે 4.84 લાખ ટન સ્ટીલની આયાત કરી હતી. સ્ટીલ મંત્રાલયની માહિતી પ્રમાણે સ્ટીલની આયાત માસિક ધોરણે જૂનમાં 5.9 ટકા અને જૂન,2022ની તુલનામાં 7.6 ટકા વધી છે.

અન્ય દેશોની તુલનામાં ભારત

ભારતની સ્ટીલની આયાતમાં ચીન, જાપાન, વિયતનામ, સાઉદી અરબ, રશિયા, નેપાળ તથા અમેરિકાની હિસ્સેદારી ગયા વર્ષના જૂન મહિનાની તુલનામાં વધી છે.

ચીનની હિસ્સેદારી

જૂન, 2022માં સ્ટીલની આયાતમાં ચીનનો હિસ્સો 26.1 ટકા અને વિયતનામનો હિસ્સો એક ટકા વધ્યો હતો. વર્ષ 2023માં ભારતની સ્ટીલની આયાતમાં ચીનનો હિસ્સો વધી 37.1 ટકા થયો છે.

ઉત્પાદન ક્ષમતા

વિયતનામનો હિસ્સો વધીને 4.8 ટકા થયો છે. ભારતે તેનુ સ્ટીલ ઉત્પાદન ક્ષમતા 30 કરોડ ટન પહોંચાડવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક છે. ભારતની તૈયાર સ્ટીલ નિકાસ મે મહિનાની તુલનામાં 27.6 ટકા ઘટી 5.02 લાખ ટન રહી છે.

HDFC બેંકના નવા શેરનું સોમવારે થશે લિસ્ટીંગ