HDFCનું HDFC બેંકમાં વિલિનિકરણ થયું છે. હવે નવા યુનિટ એટલે કે HDFC બેંકના શેરોનું શેરબજારમાં લિસ્ટીંગ થશે. શેરધારકોને 1 રૂપિયાની ફેસ વેલ્યુના 3,11,03,96,492 ઈક્વિટી શેર એલોટ કર્યાં છે.
મર્જર ડીલ પ્રમાણે HDFC લિમિટેડના દરેક શેરધારકને તેમના 25 શેર માટે HDFC બેંકના 42 શેર મળ્યા છે.
એલોટ કરવામાં આવેલા ઈક્વિટી શેરોને શેરબજાર ખાતે લિસ્ટેડ કરવામાં આવશે અને HDFC બેંક વર્તમાન ઈક્વિટી શેર સાથે તમામ બાબતોમાં સમાન રેન્ક આપશે.
આ સાથે બેંકના ભરપાઈ શેરમૂડી 559,17,98,806 શેરથી વધી 753,75,69,464 શેર થઈ જશે.