ટામેટા વિના બનાવો આ ટેસ્ટી શાક, ડિનરથી લઈને લંચ સુધી છે પરફેક્ટ ઑપ્શન


By Sanket M Parekh16, Jul 2023 04:34 PMgujaratijagran.com

ટામેટાની કિંમત

હાલના દિવસોમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. એવામાં લોકો ટામેટાની ખરીદી ટાળી રહ્યાં છે. એવામાં અમે તમને એવી ડીશ બતાવવા જઈ રહ્યા છીએ, જે ટામેટા વિના પણ બનાવી શકાય છે.

ભીંડાનું શાક બનાવો

ભીંડાનું શાક બનાવવા માટે ટામેટાની બિલકુલ જરૂર નથી પડતી. તમે ઈચ્છો તો, ભીંડાનું સ્વાદિષ્ટ સૂકુ શાક અથવા તો દહીની ગ્રેવી નાંખીને પણ બનાવી શકો છો.

કઢી બનાવો

ટામેટા વિના પણ કઢી બનાવી શકાય છે. દહી અને બેસનની મદદથી તમે સરળતાથી સ્વાદિષ્ટ કઢી બનાવીને તૈયાર કરી શકો છો.

ભરેલા રવૈયાનું શાક

ટામેટા વિના તમે ભરેલા રવૈયાનું શાક સરળતાથી બનાવી શકો છે. આ શાકને તમે દાળ-ભાત અને રોટલી સાથે પણ ખાઈ શકો છે, જે ઘણું જ સ્વાદિષ્ટ લાગે છે.

ફુલેવરનું શાક

તમે ડુંગળીમાં ફુલેવર અને બટાકાને ફ્રાય કરીને શાક બનાવી શકો છો. આ વિના ગ્રેવી વાળુ શાક બનાવવા માટે તમારે ટામેટાની જરૂર નહીં પડે.

આલુ-મટરનું શાક

મોટાભાગના લોકોને આલુ-મટર (બટાકા-વટાણા)નું શાક ખાવાનું ખૂબ જ ગમતું હોય છે. જેને ટામેટા વિના પણ સરળતાથી બનાવી શકો છે. જીરાનો વગાર અને ગરમ મસાલા સાથે આ શાક તૈયાર કરી શકાય છે.

પાલક પનીર

આ શાક ઘણાં લોકોને ભાવતુ હોય છે. ટામેટાનો ઉપયોગ કર્યા વિના તમે પાલક પનીરનું શાક પણ બનાવી શકો છો. જે હેલ્ધી હોવાની સાથે-સાથે ટેસ્ટી પણ હોય છે.

ઘરમાં નહીં રહે એકપણ કૉકરોચ, આ સરળ ઘરગથ્થુ નુસખા અજમાવી જુઓ કમાલ