તમને જ્યાં પણ કૉકરોચ દેખાય, ત્યાં ખીરાની સ્લાઈસ રાખી દો. જેથી વંદા નહીં દેખાય.
આ માટે ખીરાના પીસને લો અને તેનો રસ નીકાળીને એક સ્પ્રે બોટલમાં નાંખી દો. હવે તેને આખા ઘરમાં સ્પ્રે કરી દો. આ ઉપાયથી કૉકરોચ ઘરથી દૂર ભાગી જશે.
કિચનની કેબિનેટ પર રેડ વાઈન છાંટી દો. આમ કરવાથી કૉકરોચની સમસ્યા દૂર થઈ જશે. રેડ વાઈનની સ્મેલથી કૉકરોડ ત્યાં નહીં આવે.
કેરોસિન હોય તો તમે તેના કેટલાક ટપકા રસોડાના ખુણામાં નાંખી દો. જેની સ્મેલથી ગંદા કૉકરોચ ઘરથી દૂર ભાગી જશે.
કૉકરોચ ઈંડાના છોતરાથી ડરે છે. આ વાત રિસર્ચ પણ સાબિત થઈ ચૂકી છે. આ છોતરાને તમે ઘરના એ ભાગોમાં રાખી શકો છો, જ્યાં કૉકરોચનો આતંક હોય.
લવિંગ કૉકરોચને દૂર ભગાડવામાં કામમાં આવે છે. જેથી તમે તેને ઘરના ખુણા અને રસોડાની સાથે-સાથે કબાટમાં પણ રાખી શકો છો.
બેકિંગ સોડામાં એક કપ પાણી નાંખો અને તેમાં ખાંડ મિક્સ કરીને આ મિશ્રણને રસોડા અને ઘરના દરેક એવા ખુણામાં છાંટી દો, જ્યાં કૉકરોચ વધારે આવતા હોય. આમ કરવાથી તમને થોડા દિવસોમાં ફરક જોવા મળશે.